બે માસમાં ૨૧ લાખનાં ખર્ચે પ્રિમોન્સુનની સફળ કામગીરી કરાઈ : હરેશ મકવાણા

1360

મહાનગર સેવા સદન ડ્રેનેજ કમિટીની બેઠક ચેરમેન હરેશ મકવાણાના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં વડલા, બાવળીયા હનુમાન પાસે મફતનગર, કુંભારવાડા હાઉ.બોર્ડ, ચિત્રા-ફુલસર વિગેરે વિસ્તારમાં રૂા.૭,પ૮,૧૭૪ના ખર્ચ ડ્રેનેજ લાઈન નાખવાના કામને મંજુરી આપેલ.

મળેલી આ બેઠકમાં ડ્રેનેજ વિભાગે રૂા.ર૧ લાખ જેવા અંદાજીત ખર્ચે પ્રિ મોન્સુનની કામગીરી કર્યાની વિગતમાં છેલ્લા બે મહિનામાં ૯પ ટકા જેવી કામગીરી કર્યાની વિગતો જણાવાય હતી અને બાકી કામ ટુંક સમયમાં પુર્ણ કરવા તંત્રે વાત કરી હતી.

મળેલી આ બેઠકમાં જાગૃત નગરસેવિકા શિતલબેન પરમારે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકનો કચરો, ડ્રનેજ લાઈનોમાં ફેંકાતા ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ જાય છે પરિણામે ડ્રેનેજો ઉભરાવવાની લોક ફરિયાદો વધતી રહે છે, તે સામે જરૂરી કાર્યવાહી તંત્ર દ્વારા થવી જોઈએ તેવી માંગ ઉઠાવેલ. મળેલી આ કમિટીમાં શહેરમાં ર૮ કિલો મિટરમાં આવેલ ૧૬ થી ૧૭ બોકસ લાઈનો અંગેની માહિતી આપવા, સીટી ટેડ બહાર ડ્રેનેજ લાઈનો દેવાય છે તેનો ચાર્જ વિગેરે વિગતો આપવા, ડ્રેનેજ વિભાગ પાસે સુપરવાઈ ઝરો, ડ્રેનેજ અને સ્ટોમ વોટર લાઈનોની વિગતો માંગવામાં આવેલ. ડ્રેનેજ વિભાગ પાસે ડ્રેનેજને લગતા કેટલાંક સાધનો છે, કેટલા ઘટે છે, કેટલા બંધ છે તેની વિગતો માંગવામાં આવેલ. આ ઉપરાંત જુનો ડિસ્પોઝલ પ્લાન્ટ લાંબા વખતથી બંધ પડયો છે, તેના સ્પેરપાટો મશીનરી વિગેરે અંગે માહિતી માંગવામાં આવી હતી. ડિસ્પોઝલ પ્લાન્ટ આજુ બાજુના દબાણોની પણ વિગતો માંગવામાં આવેલ. આજની મળેલી આ કમિટીમાં આરો.કમિ.ચેરમેન રાજુભાઈ રાબડીયાએ પણ કેટલાંક સવાલો ઉઠાવી ડ્રેનેજની કામગીરીની ચકાસણી કરી હતી. મળેલી આ બેઠકમાં ડે.ચેરપર્સન, કાન્તાબેન મકવાણા, રાજુભાઈ પંડયા, યોગીતાબેન પંડયા, ગીતાબેન વાજા, હાજર રહેલ. ડ્ર્‌નેજ અધિ.દુષ્યંતભાઈએ ડ્રેનેજ કામગીરીની કમિટી સમક્ષ વિગતો પણ આપી હતી.

Previous articleધોરણ-૧૦-૧૨ બોર્ડથી પૂરક પરીક્ષાનો પ્રારંભ
Next articleRTOમાં ઓનલાઇન પ્રથા નાબૂદ થવાની શક્યતા