કોઈપણ દેશની અર્થ વ્યવસ્થાનો પાયો ફક્ત વિદ્યુત ઉર્જા પર આધારીત છે : નિલમ ગોયલ

937
bvn5102017-5.jpg

વિધાર્થીઓમાં ભવિષ્યની ઉર્જા માટે યોગ્ય અને નવી ઉર્જા મેળવવા બાબતે  ડો. નિલમ ગોયલે સરદાર પટેલ સ્કુલનાં સાયન્સના વિધાર્થીઓને જણાવ્યું. તેમણે જણાવ્યુ કે કોઈપણ દેશની અર્થ વ્યવસ્થાનો પાયા ફકત વિધુત ઉર્જા પર આધારીત છે. આપણા દેશમાં વિધુત ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધી રહી છે પરંતુ વિધુત ઉર્જાનાં ઉત્પાદન ના માધ્યમો ઘટી રહયાં છે. પરમાણુ ઉર્જા એકજ એવું માધ્યમ છે કે જેમાં આપણે વિધુત ઉત્પાદન માટે પગભર થઈ શકીએ છીએ. તેઓએ જણાવ્યુ કે,આપણા દેશમાં પરમાણુ વિજ મથક જ એકમાત્ર ભારતની ઈન્ડસ્ટ્રીઝ છે કે જેને ૩૬પ રીએકટર વર્ષ થઈ ચુકયા છે અને અત્યાર સુધીમાં એક પણ દુર્ઘટના બનવા પામી નથી. પરમાણુ ઉર્જા સાફ, સ્વચ્છ તેમજ હરીત ઉર્જા છે આમ છતાં જયાં પણ પરમાણુ વિજળી ઘર લગવવાનું વિચારાય કે તુરત આપણે વિરોધ શરૂ કરી દઈએ છીએ જયારે વાસ્તવમાં સાચી હકીકતથી આપણે માહીતગાર નથી હોતા. વિકસીત દેશ જાપાન કુલ વિજળી ઉત્પાદનના ૩પ ટકા, અમેરીકા ર૧ ટકા, ફ્રાંસમાં ૭પ ટકા લીથુઆનીયામાં ૮પ ટકા પરમાણુ ઉર્જા થી વિજળી પેદા કરવામાં આવે છે. જયારે ભારતમાં ફકત ૩ ટકા જ પરમાણુ ઉર્જા વિજળી બને છે. જયારે ભારતમાં પરમાણું ઈંધણ (થોરીયમ) ના અથાગ ભંડારો હોવા છતાં આપણે ફકત પરમાણુ ઉર્જાથી અત્યંત ઓછી માત્રામાં વિજળી પેદા કરીએ છીએ, તો આપણે કઈ રીતે વિકસીત દેશો સાથે લાઈનમાં ઉભા રહેવાના સપના જોઈ શકીએ ? આપણે આપણી વિચાર શકિત બદલવી પડશે સાચી વાત સ્વિકારવી પડશે. શાળાના આચાર્ય તેમજ તમામ અધ્યાપકો તેમજ તમામ વિધાર્થીઓએ કાર્યક્રમને ઉપયોગી બતાવ્યો. 

Previous articleદિવાળી સુધી ખેડુતોને આઠના બદલે ૧૦ કલાક વિજળી : વિજય રૂપાણી
Next articleસરદાર પટેલ એજ્યુ. ઈન્સ. ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન થયું