શહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ

2041

રથયાત્રા કમિટી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે યોજાયેલ મિટીંગમાં ડી.એસ.પી., પી.એ. માલએ આ રથયાત્રા ચૂસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાશે તેવી ખાત્રી આપી છે.

દર વર્ષ માફક આ વર્ષે પણ સ્વા.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા આયોજીત ૩૩મી રથયાત્રા આગામી તા.૧૪-૭ને શનિવારના રોજ યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ તથા રથયાત્રા સમિતીના હોદ્દેદારો વચ્ચે મિટીંગ યોજાઈ હતી જેમાં શહેરના તમામ પત્રકારોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું.

આ મીટીંગમાં એસ.પી. માલ એ જણાવ્યું ૪ હજાર પોલીસ જવાનો દ્વારા સુરક્ષા ંબદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. મહત્વના પ્રત્યેક પોઈન્ટ પર પીઢ અને અનુભવી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં બીજા ક્રમની અને દેશમાં ત્રીજા ક્રમની સૌથી મોટી આ રથયાત્રા સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ ખુબ સંવેદનશીલ છે. રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટનું પગપાળા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે. અને રથયાત્રામાં અડચણ રૂપ તમામ બાબતોની નોંધ કરી જવાબદાર મહા પા. પીજીવીસીએલ વન વિભાગ સહિત તંત્રને લેખીત મૌખી રજુઆતો કરી માર્ગ પરના અડચણો દુર કરવા જણાવ્યુ છે તદ્‌ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ પગલા સાથે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ મિટીંગમાં રથયાત્રા કમિટીના હરૂભાઈ ગોંડલીયાએ કેટલાક સૂચનો કર્યા હતા જે સંદર્ભે એસ.પી.એ નોંધ કરી સ્પષ્ટતા કરી હતી સાથો સાથ તમામ પ્રકારે સહયોગની ખાત્રી આપી હતી.

Previous articleસિહોરમાં શાંતિ સમિતિની મળેલી બેઠકમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક કપમાં ચા પીરસાઈ !
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે