સરદાર પટેલ એજ્યુ. ઈન્સ. ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન થયું

818
bvn5102017-7.jpg

આજે મોડી સાંજે ભાવનગરના કાળીયાબીડ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ ખાતે રૂપિયા ૫ કરોડના ખર્ચે ૧૮ માસના સમયગાળામાં નિર્માણ થનારા ૨૫ હજાર સ્ક્વેર ફૂટ એરીયાવાળા  સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું  કેન્દ્રિય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ભુમિપુજન કરાયુ હતુ. મંત્રી માંડવિયા અને ચુડાસમાએ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષના નિર્માણ થકી રમત ગમત ક્ષેત્રે વિધાર્થીઓ વધુ પ્રગતિ કરી શકશે તેમ આ પ્રસંગે જણાવ્યુ હતુ. 
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે રમત ગમત ક્ષેત્રના તેજસ્વી  વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા. વિધાર્થીઓ દ્વારા  રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો. સમુહમાં રાષ્ટ્રગીતનુ ગાન કરાયુ હતુ. 
આ કાર્યક્રમમાં ગગજીભાઈ સુતરીયા, બી. પી. જાગાણી,  ગોવિંદભાઈ કાકડીયા, નાનુભાઈ વાઘાણી, ભીખાભાઈ પટેલ, બટુકભાઈ માંગુકીયા, જીવરાજભાઈ મોણપરા, મેહુલભાઈ પટેલ, રાજુભાઈ રાબડીયા, ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિ, શિક્ષકો, શિક્ષિકાઓ, વિધાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

Previous articleકોઈપણ દેશની અર્થ વ્યવસ્થાનો પાયો ફક્ત વિદ્યુત ઉર્જા પર આધારીત છે : નિલમ ગોયલ
Next articleયુવા ફેસ્ટીવલમાં ૬૦૦ કલાકારોએ કૃતિ રજૂ કરી : આજે સમાપન