રથયાત્રામાં ઈઝરાયેલના હિલીયમ બલૂન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરાશે

1426

ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈના રોજ શહેરમાં નિકળનાર છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની  રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઇમ બ્રાંચ કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રથયાત્રાનો રૂટ ૨૬ ભાગમાં સુરક્ષાના હેતુસર વહેંચવામાં આવ્યો છે. રથયાત્રામાં સુરક્ષા અને સલામતી માટે ૨૬ પેરામીલિટરી ફોર્સ અને ૧ એનએસજી કમાંડોની ટૂકડી પણ તહેનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ વર્ષે રથયાત્રાના બંદોબસ્ત માટે કેન્દ્ર સરકારની ઇન્ડો તિબેટ પોલીસ ફોર્સ પણ બંદોબસ્ત માટે જોડાશે.

ઈઝરાયેલ હિલીયમ બલૂન ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટનું હવાઈ એરિયલ સર્વેલન્સ કરાશે. આ ડ્રોનમાં હાઈડેન્સીટી સાથેના કેમેરા લગાવેલા છે. આ કેમેરા દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી લઈ તેને કાઉન્ટર કરી શકાશે. આ કેમેરા ઈન્ટીગ્રેટેડ સી.સી.ટી.વી. સાથે જોડાયેલા હોવાથી જે-તે સ્થળનું સંપૂર્ણ સર્વેલન્સ કરી શકાશે

Previous articleલવ જેહાદ મામલે સ્થિતિ વણસી સાબરકાંઠા-વડાલી હાઈવે બંધ કરાવ્યો
Next articleરોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો