બોટાદ જીલ્લાના રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોટાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અનુસાર ૧૦૦ ટકા રસીકરણ થાઈ તે માટે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ તેમજ રાણપુર ગામના ડોક્ટરો દ્વારા સહયોગ પ્રાપ્ત થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ ના મેડિકલ ઓફીસર ડો.જાકીરહુસેન સૈયદ દ્વારા મિટીંગ યોજવામાં આવી હતી.૯ માસ થી ૧૫ વર્ષના તમામ બાળકોને રૂબેલા રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવાય તે માટે ડોક્ટરો તેમજ તમામ ધર્મના ધર્મગુરૂઓ દ્વારા સહકાર આપીશુ તેવી ખાતરી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રાણપુર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે.આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાકેશ ચૌહાણ તેમજ જીલ્લા અધિકારી મુંધવા સાહેબ ખાસ હાજર રહ્યા હતાં.