તળાજાના અર્બન વિસ્તારમાં તમાકું નિયંત્રણ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકીંગ

958

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તળાજા અર્બન વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૮  જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ કરવામાં આવેલ.  આ કામગીરીમા તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિલેશ પટેલ, તળાજા પોલીસ વિભાગના એ.એસ.આઇ. ડી.એ.ગોહિલ, મામલતદાર વિભાગના એલ.બી.ચારડીયા, શિક્ષણ વિભાગના જે.એલ.બારૈયા, તાલુકા હેલ્થ આઇ.સી ઓફિસર કે.જે. પંડ્યા તથા એનટીસીપી દ્ગ્‌ઝ્રઁ- સોશ્યલવર્કર હિરેનભાઇ, એનટીસીપી કાઉન્સેલર મમતાબેન આ કામગીરીમા સહભાગી બન્યા હતા.

Previous articleકુંભારવાડા, નારી રોડ પર ચાલતુ કામ સત્વરે પૂર્ણ કરવા માંગણી
Next articleવ્યકિત્વ વિકાસ વિષય પર રાજુભાઈ રાણાનું વ્યાખ્યાન