પીપાવાવ જમીન મુકતી આંદોલન જયાં સુધી ગામ લોકોને સરકાર તરફથી ન્યાય નહીં મળે ત્ય્ સુધી આંદોલન કોઈ પણ ભોગે ચાલુ રહેશે તંત્રના ડિમોલેશનના દાવા પોકળ છે. આંદોલન કારીઓ ડીમોલેશન સ્થળ પર મુલાકાત લીધી હતી.
પીપાવાવ ધામ જમીન મુક્તી આંદોલનને આજે ૭૩માં દિવસે પ્રવેશ જયાં સુધી સરકાર દ્વારા ગામની ગેરકાયદે જમીનમાં કરેલ દબાણમાં તંત્ર દ્વારા જાહેર કરેલ કે ડીમોલેશન કામ શરૂ છે તો આંદોલનકારીઓના મુખ્ય લીડર અશોકભાઈ ભાલીયા, અજયભાઈ શીયાળ ભાણાભાઈ ગુજરીયા મુકેશભાઈ કાંમ્બડ ચકુરભાઈ ગુજરીયા, ભાવેશભાઈ ગુંજરીયા, રમેશભાઈ ગુંજરીયા સહિતની ટીમ જયા તંત્ર દ્વારા ગેરકાયદે જમીનમાં ધમધમતા જીંગા ફાર્મનું ડીમોલેશન કામ શરૂ છે અને દબાણો હટાવાયના પગલે રૂબરૂ સ્થળ તપાસ કરતા સૌ ચોંકી ઉઠયા ૧ જીસીબી મોકલી એક જીંગા ફાર્મનો પાળો તુટેલ દેખાયો બાકીના તમામ જીંગા ફાર્મો ધમે ધમે છે. અને અમારી પહેલેથી જ એટલે પીપાવાવ ગામની ગેરકાયદે જમીનમાં જીંગાફાર્મ બાબતે તા. રપ એપ્રિલથી શરૂ કરેલ આંદોલનને આજે ૭૩મો દિવસ છે પહેલે થી જ અમારી માંગ આ એક જ છે ગેરકાયદેની જમીન મુકતી નવી કોઈ માંગ કે ડિમાન્ડ નથી આ બાબતે તંત્રના દાવા પોકળ સાબીત થયા છે અને જયાં સુધી પીપાવાવ ગામની ગેરકાયદે વાળી લીધે જમીનને મુકત નહી કરાય ત્યાં સુધી કોઈપણ ભોગે આંદોલન શરૂ રહેશે તેમ આંદોલનકારી અશોકભાઈ ભાલીયા દ્વારા જણાવાયું છે.