શહેરના ઘોઘારોડ પ૦ વારીયામાં રહેતા શખ્સ વિરૂધ્ધ વલસાડ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂનો ગુનો નોંધયો હતો. જે ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સને ઘોઘારોડ પોલીસે અકવાડા ગામેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના આસી.સબ ઇન્સ. એમ.એમ.મુનશી, હેડ કોન્સ. વાય.એન.જાડેજા, પો.કોન્સ. ફારૂકભાઇ મહીડા, ચિંતનભાઇ મકવાણા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ જાડેજા, સાગરદાન લાંગડીયા એમ પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન પો.કોન્સ. ચિંતનભાઇ મકવાણા તેમજ પો.કોન્સ. ફારૂકભાઇ મહીડાને મળેલ સંયુક્ત બાતમી આધારે વલસાડ જિલ્લાના પ્રોહી. કામે પકડાયેલ કિ.રૂા.૩,૦૦,૦૦૦/- ના પરપ્રાંતીય ઇંગ્લીસ દારૂના કેસમાં એક વર્ષથી નાસતો ફરતો વિજયભાઇ રણજીતભાઇ મકવાણા/કોળી, રહે.રાજારામના અવેડા પાસે, ધોધારોડ, ૫૦ વારીયા, ભાવનગરવાળોઅકવાડા ગામના બસ સ્ટેનડ પર ઉભો છે તેવી માહીતી આધારે તેને પકડી પાડી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમા ંસીઆરપીસી કલમ ૪૧(૧) મુજબની ધોરણસરની કાર્યવાહી કરી આ અંગે વલસાડ પોલીસને જાણ કરેલ છે.