ધંધુકા રાણપુર રોડ પર રેલ્વે ફાટક નજીક ડમ્પર ચાલકે બાજુમાં જતા બાઈક ચાલકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જાકીરભાઈ અયુબભાઈ વાકૈયા (ઉ.વ.૨૫)નું મૃત્યુ નિપજતા સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક છવાોય છે.
પોલીસ સુત્રો જણાવ્યા પ્રમામે ડમ્પર નં.જીજે ૧૩ એક્સ ૬૪૮૩ ના ચાલકે બાજુમાં જઈ રહેલ ઝાકીરભાી અયુબભાઈ વારૈયાને ટક્કરે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું. જાકીરભાઈ તેમના મા-બાપનો એકમનો એક લાડકવાયો પુત્ર હોવાનું પણ સામે આવી રહ્યુ છેે મૃતકનું પી.એમ. ધંધુકા રેફરલ હોસ્પિલ ખાતે કર્યા બાદ મૃતદેહને તેમના સ્નેહીજનોને સોંપવામાં આવ્યો હતો આ બનાવ અંગે પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણાં સમયથી ધંધુકા પંથકમાં બેફામ ઓવરલોડ ડમ્પરો નિયોની સૈસી કી તેસી કરીને ચાલી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોેલીસ કે આર.ટી.ઓ. તંત્ર કોઈ પગલા ભરતુ નથી શા માટે ? નિર્દોષ લોકો મોતને બેટી રહ્યા છે મા-બાપ પોતાના એકના એક પુત્રને ખોય રહ્યા છે તેમ છતાં તંત્ર કેમ ચુપકેદી સેવી રહ્યુ છે ? હવે આ મામલે પોલીસ કે આર.ટી.ઓ. આળસ ખંખેરીને ડમ્પર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરે તેવી આમ જનતામાંથી માંગ ઉઠવા પામી છે.