શહેરનાં ચિત્રા હાદાનગર વિસ્તારનાં રહેણાકી મકાનમાં ગતરાત્રીનાં તસ્કરો ત્રાટકી રોકડ અને ઘરેણાની ચોરી કરી ગયાની બોરતળાવ પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ રણજીતભાઈ ઝાલા ગતરાત્રે પરિવારજનો સાથે તેમના નવા મકાને સુવાગયા હતા ત્યારે તેમના જુના મકાનને તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનનાં તાળા-નકુચા તોડી અંદરપ્રવેશી કબાટમાં રાબેતા સોના ચાંદીના ઘરેણા કી.રૂા.૨૪૮૦૦ અને રૂા.૪૧ હજાર રોકડ મળી કુલ રૂા.૬૫૮૦૦ની મત્તા લઈ રફુચક્કર થઈ ગયા બનાવ અંગે મનોજભાઈએ બોરતળાવ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ મહેશ્વરીએ હાથ ધરી છે.