પાલીતાણા રૂરલ પો.સ્ટેશન સ્ટાફે છેલ્લા ચાર વર્ષથી ગુનાના કામે ફરાર શખ્સને આદપુર ગામેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર આર.એચ.બાર તથા હેડ કો.ભરતસિંહ ખુમાણ, બાબુભાઈ ખસીયા, વિજયભાઈ બારૈયા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જેસર પોલીસ મથકમાં નોંધાયેલ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ના ગુનાના કામે ફરાર રોહીત ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ રે. આદપુર ગામ વાડી વિસ્તારવાળાને પૂર્વ બાતમી રાહેત ઝડપી લઈ સીઆરપી કલમ ૪૧(૧) મુજબ ધોરણસર અટક કરી આરોપીને જેસર પોલીસ સ્ટશન સોપી આપેલ.