ભારતની અગ્રણી પેઇન્ટ કંપનીઓ પૈકી ની એક કંસાઇ નેરોલેક પેઇન્ટસ લીમીટેડ એ એક અનન્ય ફેશન માં ગાંધીજ્યંતી ની ઉજવણી કરવાં સાઇક્લોથોન નું આયોજન કર્યું.
રાજકોટ,કોચી,પટના,બેંગ્લોર,જયુપર જેવા ૪૪ શહેરો માં સાઇક્લોથોન નું આયોજન કર્યું હતું.આ અભિયાન માં સમગ્ર ભારત માંથી ૫૦૦૦ લોકોએ ભાગ લીધો જે સ્વસ્થ જીવન માટે સ્વચ્છતા ના મહત્તવ વિશે મહાત્માં ગાંઘી ના ઉપદેશો ને આગળ લઇ જવાના હેતું સાથે કરાયું હતું. રાજકોટ માં કાલાવાડ રોડ થી ૫ કિમી સુધી આ સાઇક્લોથોન યોજાઇ હતી જેમાં ૨૦૦થી વધું લોકો એ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ વિશે વાત કરતા ડેકોરેટીવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેલ્સ એન્ડ માર્કેટીંગ,ક કંસાઇ નેરોલેક પેઇન્ટસ લીમીટેડ ના ડિરેક્ટર શ્રી અનુ જૈન એ જણાવ્યું કે ભારતીય શહેરો સ્માર્ટ બની રહ્યાં છે પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે તે સ્વસ્થ પણ રહે.અમે ઘણાં લાંબા સમય થી આ પાસા પર ભાર મુક્યો છે.