બાબરીયાવાડમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત ટીંબી નાગેશ્રી અને રાજુલા માર્કેટયાર્ડ ખાતે મહાસભા અને હજારો જનમેદનીનો મહાસાગર ઉમટયો કાઠી ક્ષત્રિય સહિત જ્ઞાતિઓના આગેવાનો દ્વારા દબદબા ભર્યુ સન્માન કરાયું હતું.
બાબરીયાવાડમાં આજે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજયમંત્રી વી.વી.વધાશીયા, મંત્રી જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ હિરેન હરીપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણી, રણછોડભાઈ મકવાણા, શહેર પ્રમુખ મયુરભાઈ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપભાઈ જોષી, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, ક્ષત્રિય સમાજ તરફથી સન્માનિત કરતા તાલુકા ઉપપ્રમુખ જગુભાઈ ધાખડા અને કનુભાઈ ધાખડા(વાવેરા) તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ અને સરપંચ અસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, કોળી જ્ઞાતિ આગેવાન કમલેશભાઈ મકવાણા, ચૌહાણભાઈ, ગૌત્તમભાઈ ગુજરીયા (ભેરાઈ) તાલુકા પંચાયત ચેરમેન અરજણભાઈ વાધ, માર્કેટયાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ પટેલ જ્ઞાતિના પીઢ આગેવાન વિનુભાઈ માંડરડી તેમજ હર્ષ વસોયા સહિત વિવિધ જ્ઞાતિના આગેવાનો જેવા કે ભરવાડ સમાજ, રબારી સમાજ, બારોટ સમાજના અમરૂભાઈ બારોટ, કિશોરભાઈ રેણુકા દ્વારા શુભેચ્છાઓ પાઠવી સર્વજ્ઞાતિઓના પ્રમુખો દ્વારા ગુજરાત ગૌરવયાત્રાનું દબદબા ભર્યુ અકલ્પનીય સ્વાગત અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત આવેલ યાત્રા સાથે મહાનુભાવનું મહિલા પાંખ સહિતે રાજુલા, જાફરાબાદ ખાંભા ટીંબી અને નાગેશ્રીના કાઠી ક્ષત્રિય સરપંચ મીઠાપુર શાંતિભાઈ તથા કોળી જ્ઞાતિના હરેશભાઈ સહિતે ઠેર ઠેર સન્માન અને સ્વાગત થતા બારીયાવાડ ભગવા રંગે ઠેર-ઠેર પોસ્ટરો બેનરો ધજાકા પતાકાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારને શણગારેલ છે.