રાજકોટથી રાજપરા ખોડિયાર જવા નિકળેલ ચાર પદયાત્રીઓ દામનગર આવી પહોંચતા વાલ્મીકી સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. તા. ૬-૭ને શુક્રવારે રાજકોટથી પ્રસ્થાન કરેલ વાલ્મીકી સમાજના ૪ યુવાનો રાજપરા ખોડિયાર સુધી (૧૮૦ કી.મી.) પગપાળા દર્શન કરવા નિકળેલ જે આજરોજ બપોરના દામનગર આવી પહોંચતા તેઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ.