પીપાવાવ ધામ ગામનું જમીન મુકતી આંદોલનને ૭૬માં દિવસે જીએચસીએલ ગુજરાત હેવી કેમીકલ લિમિટેડ અને ભુ માફીયા સામે ચાલી રહેલનો તંત્ર દ્વારા ગ્રામજનોની માંગણી અંગેની ઘટતુ કરવા ખાત્રી અપાતા જ્ઞાતિ આગેવાનો દ્વારા સુખદ સમાધાન અને પારણા કરાવ્યાં.
રાજુલા જાફરાબાદ તાલુકામાં સૌથી મોટુ ગણાતું જમીન મુકતી આંદોલન જીએચસીએલ અને ભુમાફીયા સામે આજે ૭૬માં દિવસે ચાલી રહેલને અને વારંવાર આંદોલનકારીઓ દ્વારા પ્રાંત કચેરી સામે પ્રતિક ઉપવાસો તેમજ પાંચ વ્યકિતઓએ ૩ર દિવસ સુધી આમરણાંત ઉપવાસ ચાલેલ તેમાં એક મહિલાનું મોત પણ થયેલ તેમજ જ્ઞાતિ આગેવાનો તેમજ ભાજપના આગેવાનો જેમ કે પ્રદેશ પ્રવકતા મહેશભાઈ કસવાળા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, કમલેશભાઈ કાનાણી મંત્રી, રવુભાઈ ખુમાણ મહામંત્રી, મયુરભાઈ ભાજપ પ્રમુખ રાજુલા, દિલીપ જોષી, ગીરીભાઈ, બાબભાઈ વાણીયા તેમજ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ટીમ તેમજ મનુભાઈ ચાવડા સહિત આગેવાનોએ પીપાવાવ ગામના ખેડુત મજુરોને ન્યાય અપાવવા ખુબ જ જહેમત ઉઠાવેલ અને આંદોલનના મુખ્ય આગેવાન અશોકભાઈ ભાલીયા, પીપાવાવ ગામના સરપંચ હંસાબેન ગુજરીયા, પ્રવિણભાઈ બારૈયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, જીલભાુ કડીયાળી, મધુભાઈ ભાંકોદર, મુકેશભાઈ કામ્બડ, દિવ્યેશભાઈ ચાવડા, કાન્તીભાઈ શીંગડ, લખનભાઈ, સન્નીભાઈ કોળી પટેલ, ચિરાગભાઈ, રણજીભાઈ સોલંકી અને જયોતીબહેન રાઠોડ સહિત બહોળી સંખ્યામાં મહિલાઓને તંત્ર દ્વારા જણાવેલ કે પીપાવાવ ગામની જમીનો જીએચસીએલ હેવી કેમીકલ તેમજ ભુમાફીયા દ્વારા જે જે જમીનો દબાણ કરેલ હશે તેની હાલ વરસાદી માહોલ હોય દબાણ હટાવ ડિમોલેશન કાર્યવાહી સરકારના આદેશ અનુસાર પ્રથમ જમીનોની માપણી કરવી મુશ્કેલ હોય જે અઠવાડીયામાં ફરીવાર કાર્યવાહી સરકારના આદેશ મુજબ શરૂ કરાશે. તેમજ જીએચસીએલ કંપનીના જમીન દબાણ કરેલ હશે તેને કોઈ જાતની શેહ શરમ રાખ્યા વગર દબાણો હટાવાશે. જેની માપણી શરૂ છે. પણ વરસાદી માહોલથી અટકી છે. જેવી જમીન માપણીની માપણી સીટ આવી જશે. દબાણો હટાવાશે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. આવી લેખીતમાં ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા આંદોલન કારી આગેવાનોને અપાતા આખરે કેટલાય રંગો આ આંદોલનને રાજકીય રંગો લગાડ્યા બાદ પણ ગામ લોકો મજુરો ખેડુતોનું ૭૬માં દીવસે આંદોલનકારીઓને ખાત્રી આપ્યા મુજબ કાર્યવાહી ન થાય તો ફરીવાર આંદોલન શરૂ કરાશે. તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. અંતે ૭૬માં દિવસે સુખદ સમાધાન થતા તમામ રાજકીય પક્ષોના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.