વલ્લભીપુરથી બરવાળાને જોડતા માર્ગ પર કાનપર ગામ પાસે આવેલ પુલની જર્જરીત રેલીંગ વરસાદના અવર-જવર વાળા આ માર્ગ્ પર પ્રાણઘાતક અકસ્માત સર્જાવાની વકી રહેલી છે.
ભાવનગરથી અમદાવાદને જોડતો જુનો માર્ગ વાયા વલ્લભીપુર, બરવાળા- ધંધુકા થઈનેઅ મદાવાદ તરફ જાય છે. આ માર્ગ ર૪ કલાક હેવી વાહનોથી આજે પણ ધમધમે છે. વલ્લભીપુરથી બરવાળા સુધીના રોડનું લાંબા સમયથી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવ્યું ન હોવાના કારણે રોડ ઉપરાંત આ રૂટ પર આવેલ અનેક પુલ, નાળાઓ જ્ઞતીગ્રસ્ત હાલતમાં જણાઈ રહ્યા છે. આવા જીર્ણ- ક્ષીર્ણ પુલ નાળાના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સરજવાની શકયતાઓ રહેલી છે. જેના પ્રત્યક્ષ દાખલો હાલ જોવા મળી રહ્યો છે.
વલ્લભીપુરથી કાનપર વચ્ચેના રોડ પર કાનપર ગામ પાસે આવેલ એક પુલની રેલીંગ વરસાદના કારણે તુટી જવા પામી છે. પરિણામે અત્રેથી પસાર થતા વાહનો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આવી ગંભીર બાબત હોવા છતા સત્તાવાળ તંત્ર સમગ્ર ઘટનાને નજર અંદાજ કરી રહ્યું છે. તંત્રની ધોર બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સાથો સાથ આ રેલીંગનું તત્કાલ સમાર કામ કરવા લોક માંગ પ્રબળ બની છે.