કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ૨૧૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. કોલેજ ના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ સાહેબ દ્વારા મુખ્ય વક્તા સુનીલ ઉપાધ્યાય (ડાયરેક્ટર, લેમીટ્યુડસ.લી.-દુબઈ) ને કોલેજ વતી આવકાર્યા હતા. અને તેઓનો પરિચય વિદ્યાર્થીઓને આપ્યો હતો.
ત્યારબાદ કોલેજના પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના સાહેબે તેઓનો પરિચય વિદ્યાર્થીઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સુનીલ સાહેબ ૨૦ વર્ષ નો કોર્પોરેટ ક્ષેત્ર નો અનુભવ ધરાવે છે અને હાલ તેઓ લેમીટ્યુડસ.લી.-દુબઈ ખાતે ડાયરેક્ટરનીં ભુમિકા ભજવે છે.
વર્ચ્યુઅલ કંપની બનાવવા માટે તમામ પ્રકિયા વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવી હતી.સાથે-સાથે વિવિધ ક્ષેત્રમાં વ્યવસાય માટે ઉપલબ્ધ તકો અને મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓની આ તમામ ક્ષેત્રમાં પ્રાથમિકતા બાબતે સુંદર સમજ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રોડક્ટ્સ માંથી ઉત્પાદન માટે પ્રોડક્ટ્ પસંદ કરવા જણાવ્યું જેમાં એ.સી., ફૂટવેર, કોસ્ટમેટીક, ડિસ્પોઝેબલકપ, રેસ્ટોરન્ટ, જવેલરી, મિલ્ક, ગાર્મેન્ટ્સ, મોબાઈલફોન, ફાર્માસ્યુટિકલ જેવા અનેક ક્ષેત્રે વ્યવસાય બાબતે માહિતગાર કર્યા અને તેમાં ફીઝીબલીટી એનાલિસિસ કર્યા બાદ કોઈપણ પ્રોડક્ટ ના પ્રોડક્શન માં સ્ટાર્ટઅપ કરવું જોઈએ.
કોઈપણ પ્રોડક્ટ પસંદ કર્યા બાદ તેમાં જરૂરી ટેકનોલોજી, ઉપલબ્ધ વિકલ્પો તેમજ બજાર અને ગ્રાહક નો ઉપલબ્ધ વર્ગ તેની ખરીદશક્તિ તેમજ કંપનીના વિવિધ પ્રકારો તેના ફાયદા વગેરેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કંપનીનું નામ કરણ તેમજ તેના બેંક એકાઉન્ટ અને બેંક વ્યહ્વારો બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા સાથે-સાથે ધિરાણ મેળવવા માટે કંપનીએ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો પડે જેના આધારે ધિરાણ મેળવી શકાય આથી પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવામાં જરૂરી કન્ટેન્ટ તેમજ કાનૂની બાબતો, ટેકનોલા-ેજીકલ તેમજ ફાયનાન્સીયલ એનાલીસીસની પણ માહિતી આપી હતી. ર્વકિંગ તેમજ ઇન્ટરનેશનલ ફાયનાન્સ બાબતે માહિતી આપી હતી.
ફાયનાન્સીયલ એનાલીસીસ, સ્ટેટમેંટસ તેમજ પ્રોફિટ, લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, કેશ-ફલો સ્ટેટમેંટ, રેશિયો એનાલીસીસ તેમજ ધિરાણ મેળવતી વખતે જરૂરી એપરાયઝીઅલ બાબતે માહિતી આપી હતી. પ્રોજેક્ટ લોન ર્વકિંગ કેપિટલ લોનની માહિતી પણ આપી હતી.
આમ સફળ કારકિર્દીના ઘડતર માટે વિદ્યાર્થીઓને સર્વાંગી રીતે વિકસિત બનવા ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિવિધ ઉદાહરણો તેમજ તેમના સ્વાનુભવ થી સરળ તેમજ સફળ કારકિર્દી ના ઘડતર માટે ટીપ્સ આપી હતી. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સફળ આંત્રપેન્યોર બની શકે તે માટે તેમનો અભ્યાસક્રમ પણ તેમને ઉપયોગી થાય છે.
વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય નિર્ધારણ માટે ઉપયોગી એવી તમામ માહિતી આજના વર્કશોપ માં તેઓ એ મેળવી હતી.
આ વર્કશોપ નાં આખરી પડાવ માં વિદ્યાર્થી એ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું કે કૉલેજ આવા અનુભવી વક્તા ને આમંત્રિત કરી થીઓરી ને પ્રાયોગિક રીત્રે ભણાવવા નો પ્રયાસ કરે છે તે અમારા માટે ગૌરવ નીં બાબત છે અને તેના માટે અમે કૉલેજ નો અભાર વ્યક્ત કરીએ છીએ.