ભાવ. યુનિ.ના યુવક મહોત્સવ ‘શ્યામલ’નું સમાપન

967
bvn6102017-3.jpg

શામળદાસ આર્ટસ કોલેજના યજમાન પદે મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના યોજાયેલા ર૭માં આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ‘શ્યામલ’નું આજે સમાપન કરવામાં આવેલ જેમાં સ્વામી સહજાનંદ કોલેજ જનરલ ચેમ્પિયન બનેલ જયારે કેપીઈએસ કોલેજ રનર્સઅપ બની હતી. કુલપતિ શૈલેષ ઝાલાની ઉપસ્થિતિમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તા. ૩ થી પ ઓકટોબર દરમ્યાન ર૭મો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ‘શ્યામલ’ ર૦૧૭નું શામળદાસ આર્ટસ કોલેજના યજમાન પદે આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રથમ દિવસે ભવ્ય કલાકાર યાત્રા બાદ ઉદ્દઘાટન સમારોહથી સ્પર્ધાનો પ્રારંભ કરાયેલ જેમાં ભાવનગરની વિવિધ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ પ્રશ્નમંચ, વકતૃત્વ, કાર્ટુનીંગ, રંગોળી, મુક અભિનય, દુહા-છંદ, લોકવાદ્ય વૃંદ, શાસ્ત્રીય નૃત્ય, ભજન, એકાંકી, મીમીક્રી, રાસ-ગરબા સહિતથી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે સાંજના સમાપન સમારોહ કુલપતિ ડો.એસ.એન. ઝાલા, ગુજ. યુનિ.ના કુલપતિ ડો. હિંમાશુ પંડયા સહિતની ઉપસ્થિતિમાં યોજાયો  હતો. જેમાં તમામ સ્પર્ધાઓમાં સ્વામી સહજાનંદ કોલેજને જનરલ ચેમ્પિયન અને કેપીઈએસ કોલેજને રનર્સ અપ જાહેર કરવા સાથે શિલ્ડ અર્પણ કરવામાં આવેલ. સાથો સાથ વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 

Previous articleગુજરાત ગૌરવ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
Next articleરાજકોટમાં રોડ પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી