ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૦૨૦ સુધી ઓરીનું નિવારણ અને રૂબેલાનું નિયંત્રણ લાવવાના હેતુથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ અભિયાનની શરૂઆત ૧૬ જુલાઈ ૨૦૧૮ થી કરવામાં આવસે આ અભિયાન હેઠળ ૯ માસથી ૧૫ વર્ષ સુધીનાં વયજુથનાં તમામ બાળકોને શાળા આંગણવાડી અને આંગણવાડી અને આરોગ્ય સંસ્થાઓ ખાતે આ રસી મુકવામાં આવશે. તેમને આ રસી પહેલા આપેલ હોય તો પણ અભિયાનમાં રસી આપવાની છે.
બોટાદ જિલ્લામાં આ અભિયાનમાં આશરે ૪૦૦ શાળાઓ અને ૫૭૨ આંગણવાડી કેન્દ્રો ખાતે ૧૦૫ તાલીમબધ્ધ આરોગ્ય સ્ટાફ દ્વારા ૯ માસથી ૧૫ વર્ષ સુધીનાં અંદાજીત ૧,૭૩,૪૩૩ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
ઓરી એક જીવલેણ રોગ છે જે વાઈરસ દ્વારા ફેલાય છે ઓરીના કારણે બાળકને ઝાડા ન્યુમોનિયા અને મગજનો ચેપ જેવા જીવલેણ રોગોની અસર થઈ શકે છે. રૂબેલા રોગ સ્ત્રીમાં ગર્ભાવસ્થા દરમિયાન વાઈરસથી ફેલાય છે જેને લીધે બાળક અંધાપો, બહેરાશ અને હૃદયની ખામી વાળા જન્મે છે. જે તેનાં ગર્ભ અને નવજાત બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે જેનો વિશ્વના ઘણા દેશોમાં ૪૦થી પણ વધુ વર્ષથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસી આપવાથી ઓરી અને રૂબેલા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે.
બોટાદ જીલ્લાના તમામ સ્વૈચ્છિક સંસ્થાો, મંડળ તેમજ પ્રજાજનો તથા આગેવાનોના નમ્ર વિનંતી કે આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા પોતાનો અમૂલ્ય પાળો આપે. આ બે રોગને અટકાવવા માટે આ રસી ખૂબ જ આવશ્યક હોઈ રસીકરણ અભિયાનમાં સહકાર આપી અભિયાનને સફળ બનાવી આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગનાં પરસ્પર સહકારથી આ અભિયાન સફળ બનાવશે.