રાજકોટમાં રોડ પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

846
guj6102017-12.jpg

શહેરમાં આવેલા જંક્શન વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથે ઝપાઝપી સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનામાં કેટલાક કાર્યકરોને ઇજા પણ પહોંચી હતી. બબાલની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
શહેરમાં આવેલા જંક્શન વિસ્તારમાં ડામર રોડના વિરોધને લઇને ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયાની વાત સામે આવતા બજારમાં તમામ દૂકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં અચંબાભરી સ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે સાથે જ આ સીટ પર વિજય રૂપાણી જીત મેળવી હતી.

Previous articleભાવ. યુનિ.ના યુવક મહોત્સવ ‘શ્યામલ’નું સમાપન
Next articleચામાચિડિયાની જેમ રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી : રૂપાણી