ચામાચિડિયાની જેમ રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી : રૂપાણી

708
guj6102017-13.jpg

હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં ગૌરવયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રા ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી ત્યારે સીએમ વિજય રૂપાણીએ વેરાવળ અને સુત્રાપાડા બાદ કોડીનારમાં સભા ગજવી હતી. આ યાત્રામાં ભાગ લેવા પહોંચી ગયેલા મુખ્યપ્રધાને કોડીનાર નગર પાલિકા દ્વારા બનાવેલા સ્પોર્ટ સંકુલ ખુલ્લું મૂક્યું અને પછી પોતાના ભાષણમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આડે હાથ લીધા હતા.
હાલ વિકાસ ગાંડો થયાની ચર્ચાઓ ગુજરાતભરમાં થઈ રહી છે અને એ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘વિકાસની મજાક એ ગુજરાતની મજાક છે. જેમ ચામાચીડિયાને સૂરજ દેખાતો નથી તેમ રાહુલ ગાંધીને વિકાસ દેખાતો  નથી. જોકે તેને ક્યાંથી દેખાય? કોંગ્રેસીઓએ તો ઇટાલિયન ચશ્માં પહેર્યા છે.’
૧૯૯૫ સુધી ગુજરાતમાં કોમી રમખાણો થતા પણ ૨૦૦૧ પછી ગુજરાતમાં કોમી રમખાણ થયા નથી. અષાઢી બીજની યાત્રા પણ આનંદથી નીકળે છે અને મોહરમના તાજીયા પણ આનંદથી નીકળે છે.
નરેન્દ્ર ભાઈએ એવો વિકાસ કર્યો છે કે આતંકવાદીઓની કમર તોડી નાખી છે. નરેન્દ્ર ભાઈએ એવો વિકાસ કર્યો છે કે ગરીબોના ઘરમાં ચૂલા ગયા અને ગેસ આવ્યો. નેહરુ કુટુંબને સરદાર આંખના કણાની જેમ ખૂંચતા હતા. સંસદ ભવનમાં બધાના તૈલ ચિત્ર છે પણ કોંગ્રેસે ૪૦ વર્ષ થી સરદારનું તૈલ ચિત્ર ન મૂક્યું. આ ચિત્ર અટલજીએ મુકાવ્યું એનો જવાબ રાહુલ ગાંધી ગુજરાતની જનતાને આપે.

Previous articleરાજકોટમાં રોડ પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
Next articleસાવધાન ! ગુજરાતનું યાત્રાધામ ચોટીલા આતંકીઓના ટાર્ગેટ પર