વરસાદના કારણે જંગલોમાં પાણી ભરાયાં જંગલના રાજા સિંહ રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે આવી ઘટના રાજુલા તાલુકાના વિસળિયા ગામમાં બની પશુપાલન આતુભાઈ બીજલભાઈ શિયાળે પોતાના બકરાં નદી કિનારે એક વાડામાં રાખ્યા હતા પરંતુ રાત્રિના સમયે ધોધમાર વરસાદના કારણે કોઈ વાડે ગયું ના હતું એટલે રાત્રે સિંહ ૬૨ જેટલા બકરાંને ફાડી નાખ્યાં હતાં તેમાં ૧૭ જેટલા નાના-નાના બચ્ચાં નો પણ સમાવેશ થાય છે ૩૫ જેટલા શિકાર કરેલાં બકરાં વાડામાં પડ્યા હતા જ્યારે અન્ય બકરાં નદીમાં ૧ કિલોમીટર સુધી તણાયા હતાં. ઘટનાની જાણ વિસળિયાના ગામનાં સરપંચ વિક્રમભાઈ શિયાળને થતાં તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી ફોરેસ્ટ ગાર્ડ મંગાભાઈ ધાપા તથા ધીરુભાઈ સરવૈયા પણ તુરંત દોડી ગયા હતા ત્યારબાદ વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેવોએ પણ સ્થળ તપાસ કરી હતી