આલિયા ભટ્ટ હાલ ૪ ફિલ્મો કરી રહી છે

2425

યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટની બોલબાલા રાજી ફિલ્મની સફળતા બાદ સતત વધી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની ફિલ્મો વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જેફિલ્મો હાથમાં છે તેમાં એક ફિલ્મ રણબીર કપુર સાથે અને અન્ય ફિલ્મ રણવીર સિંહ સાથે છે. તેના હાથમાં રહેલી ફિલ્મોમાં ખાસ રોલવાળી ફિલ્મ જીરોનો સમાવેશ થાય છે. ઉપરાંત કલંક, ગુલ્લી બોય અને બ્રહાસ્ત્ર ફિલ્મનો સમાવેશ થાય છે. અન્ય ફિલ્મ ઝોયા અખ્તરની છે. જેનુ નામ હાલ ગુલ્લી બોય રાખવામાં આવ્યુ છે. બન્ને ફિલ્મો મોટા બજેટની ફિલ્મો છે.  તાજેતરના સમયમાં એક પછી એક પ્રોેજેક્ટના કારણે તે કામમાં સતત વ્યસ્ત રહી છે. છેલ્લે તેની રાઝી ફિલ્મ રજૂ થઇ હતી. જે  બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મની પટકથાને તમામ લોકોએ પસંદ કરી હતી. ૨૫ વર્ષીય આલિયા ભટ્ટ ઝોયા અખ્તરની નવી ફિલ્મ ગુલ્લી બોયમાં પણ કામ કરનાર છે. જેમાં તેની સાથે રણવીર સિંહ રહેશે. તે રેપર તરીકે કામ કરનાર છે. આલિયા ભટ્ટ હાલમાં કેટલાક પ્રોજેક્ટ ધરાવે છે. તેની પાસે નવી નવી ઓફર આવી રહી છે.

કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે આલિયા ભટ્ટ ફિલ્મી કેરિયર શરૂ કર્યા બાદ સતત લોકપ્રિય થઇ હતી. તેની એક્ટિંગ કુશળતાની હાલમાં સતત સારી નોંધ લેવામાં આવી રહી છે. આલિયા ભટ્ટ આશાવાદી બનેલી છે.આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મો કરતા રણબીર કપુર સાથેના તેના સંબંધોના કારણે વધારે ચર્ચામાં છે. તેની ફિલ્મો સતત સફળતા હાંસલ કરી રહી છે.

Previous articleનંદિતા દાસને પ્રતિષ્ઠિત પ્રબસી ઉડીયા સમાન સાથે સન્માનિત કરવામાં આવશે!
Next article’ગુલાબ જામુન’ ફિલ્મથી અભિષેક-એશ લાંબા સમય બાદ ફરી એક સાથે ચમકશે