નવીન શાહ મર્ડર કેસ : પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

893
gandhi7-10-2017-4.jpg

અમદાવાદનાં નવનીત પબ્લીકેશનનાં ડીરેક્ટર નવીનભાઇ શાહનાં ખંડણી માટે વૈષ્ણોદેવી સર્કલથી સફારીમાં અપહરણ કરવાનાં પ્રકરણમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એલસીબી પીઆઇ જે ડી પુરોહીતે આરોપીઓની કરેલી પુછપરછમાં ગાંધીનગરનાં સેકટર ૧માં રહેતા પરીન ઉર્ફે પ્રવીણી જગદીશભાઇ ઠક્કરનું નામ પણ ખુલ્યુ હતુ. એલસીબી દ્વારા ગુરૂવારે પરીનની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરશે.
નવનીત પ્રકાશનના ડાયરેક્ટર નવીન શાહ મર્ડર કેસમાં આજે એલસીબીએ વધુ એક શખસની ધરપકડ કરી છે. આ શખસ ગાંધીનગરનો રહિશ છે. તેણે નવીન શાહ મર્ડર કેસમાં મહત્વની ભુમિકા ભજવી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે. અપહરણ બાદ નવીન શાહ સાથે યુનિયન બાબતની વાત સાથે પણ આ શખસ સંડોવાયેલો છે. તે મુળ ગાંધીનગરનો રહિશ છે. આ સાથે અત્યાર સુધીમાં સાત શખસોની ધરપકડ થઇ છે.
નવનીત પ્રકાશનના ડાયરેક્ટર નવીન શાહના મર્ડર અને અપહરણ કેસમાં આજે ગાંધીનગર એલસીબીએ પરિન ઉર્ફે પ્રવિણ જગદિશ ઠક્કર (ઉ.વ.૩૫, રહે. પ્લોટ નંબર-૨૮૩, સેક્ટર-૧, ગાંધીનગર)ની ધરપકડ કરી છે. આ કેસમાં પરિન ઠક્કરનું નામ ખુલતા પોલીસે તેની તપાસ કરી હતી. 
દરમિયાન આજે બપોરે પરિન ઠક્કરને પોલીસે તેના ઘર પાસેથી ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિન ઉર્ફે પ્રવિણ ઠક્કરના પિતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે આ કેસનો મુખ્ય સુત્રધાર મૌલિક પટેલનો જીગરજાન મિત્ર હોવાનું બહાર આવ્યુ છે. નવીન શાહ મર્ડર કેસમાં તેની ભુમિકા મહત્વની હોવાનું પણ ખુલ્યુ છે. બનાવ સમયે કારમાં નવીનભાઇની બાજુમાં પ્રવિણ ઠક્કર બેઠો હતો. ઝપાઝપી દરમિયાન તેણે નવીનભાઇના હાથ પગ પકડી ટેપ મારી દીધી હતી. મૌલિક પટેલની ધરપકડ બાદ પરિન ઉર્ફે પ્રવિણ ઠક્કરનું નામ ખુલ્યુ હતું. 
આ મામલે વધુ તપાસ અર્થે પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે. આ સાથે ઉપરોક્ત કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત શખસોની ધરપકડ થઇ ચુકી છે. જેમાં ત્રણ શખસો ગાંધીનગરના છે.

Previous articleકોંગ્રેસે ગાંધીનગરથી વિધાનસભાના પ્રચારના શ્રી ગણેશ કર્યા
Next articleકરાર આધારીત વ્યાખ્યતાઓએ કાયમીની માંગ સાથે ૫૦ હજાર પોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો