રાજુલાના ઉચૈયા જવા આવવાના મેઈન રસ્તા પર રેલ્વે વિભાગ બનાવી દીધેલ નાળુ જેમા અંન્ડર ગ્રાઉન્ડ રસ્તો કાઢ્યો પણ અન્ડર ગ્રાઉન્ડનું ચોમાસાના પાણીનો નિકાલનું વિચાર્યુ જ નહી અને ચોમાસામાં ઉચૈયા ગામ તંત્રથી રાજુલા, જાફરાબાદ કે મહુવાથી વિખુટુ પડી જવાથી લોકો ગામમાં હોય તો ગામમાં અને ગામમાંથી કોઈ બહારગામ ગયા હોય તેને ગામમાં આવવાનો કોઈ રસ્તો ન મળવાથી મુસ્કેલી વેઠતા ચાર વર્ષથી અને તે બાબતે રેલ્વે વિભાગને જાણ કરી ને રેલ્વે ચક્કાજામ કરાયાથી ભાવનગર સુધીના અને ડેપ્યુટી કલેકટર ડાભીની મધ્યસ્થી ૨ મહિનાનો સમય આપેલ પણ ૨ મહિના થઈ પણ ગયા અને ચોમાસુ આવી ગયુ ત્યારે આ નાળામાં ભરાઈ ગેયલ પાણીથી રસ્તો બંધના ઉકેલ માટે ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપ સરપંચ દીલુભાી ધાખડા અને ગામના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી રહ્યો છે પણ અનરાધાર વરસાદ પડવાથી પાણીની ધોમ આવકથી મહેનત બધી પાણીમાં જાય છે અને રજુઆતો હવે કરતાય શરમ આવે છે અને એક બાજુ સતત ૨ દિવસથી મેઘરાજા બાબરીયાવાડને ઘમરોળી રહ્યા છે ફરી ૨ દિવસમાં ૪ ઈંચ ખાબકતા જાફરાબાદના વઢેરા, લોઠપુર ભાડા, શેલણા હેમાળ જેવા ગામો બેટમાં ફેરવાયો તેવો વરસાદી માહોલ સર્જાયો છે અને રાજુલાના લુકાના ગામ ઉચૈયા ચારેય બાજુ જળબંબાકાર અને હવે તો ફરી પાછુ રેલ્વે ચક્કજામ કર્યા શીવાય છુટકો જ નથી તો જ રેલ્વે તંત્રની આંખ ઉઘડશે તેમ ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયાની યાદીમાં જ જણાવેલ છે.