દામનગરમાં જાહેર શૌચાલયનું લાઈટ ફિટીંગ માત્ર બે માસમાં જ તુટી ગયુ : ન.પા.એ નોટીસ ફટકારી

1412

દામનગરમાં તાજેતરમાં જ નિર્માણ પામેલ જાહેર શૌચાલયનું લાઈટ ફીટીંગ તુટી પડતા નગરપાલિકાએ કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી છે.

દામનગરમાં બે માસ પૂર્વે જ પે-એન્ડ યુઝ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યુ હતું આ શૌચાલયમાં કોન્ટ્રાકટર તથા ન.પા.ના અધિકારીઓની મિલીભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જેને લઈને શૌચાલયમાં આવેલ લાઈટ ફીટીંગ સામાન્ય વરસાદે તુટી પડતા ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે અને કોન્ટ્રાકટર અધિકારીઓની પોલ ખુલ્લી પડતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમગ્ર પ્રકરણે નગરપાલિકા દ્વારા જવાબદારોને નોટીસ ફટકારી ખુલાસો માગ્ય છે.

Previous articleબાબરીયાવાડ પંથકમાં ભારે વરસાદને કારણે ઉચૈયા ગામ સંપર્ક વિહોણા બન્યુ
Next articleરાજુલાના રામપરા ગામે નવનિર્મિત ચેકડેમ સારા વરસાદથી છલોછલ ભરાયો