ભાવનગર શહેર જિલ્લામાં આજરોજ મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે ચાલુ વરસાદે વિજશોક લાગતા ચાર યુવાનોના મોત નીપજવા પામ્યા છે.
જ્યારે એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં કુંભારવાડા શાંતિનગર વિસ્તારમાં રહેતા પપ્પુકુમાર રાજારામ મંડળ ઉ.વ.૨૭ને પોતાના ઘરે ઈલેકટ્રીક શોક લાગતા મોત નીપજવા પામ્યુ છે તેમજ વરતેજ નજીક વિજપોલને શરૂ વરસાદે અડી જતાં તાપજીભાઈ વિક્રમભાઈ સોલંકી ઉ.૫૫નું મોત નીપજવા પામ્યુ છે અને પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડીમાં કામ કરતા નાથાભાઈ પરશોત્તમભાઈ ઉ.૩૫ અને તેના પત્નીને વિજશોક લાગતા પતી નાથાભાઈનું મોત નીપજવા પામ્યુ હતું. જ્યારે તેના પત્નીને સારવાર અર્થે પાલીતાણા હોસ્પિટલ કાતે ખસેડયા હતા તેમજ સગાપરા ગામે પ્રવિણભાઈ જગદીશભાઈ ઉ.૧૭ને ઈલેકટ્રીક શોક લાગતા મોત નિપજવા પામ્યુ હતું.