દુનિયાભરના દેશને રોજગારીની ચિંતા હોય છે ત્યારે આપણા દેશમાં મંદિર, ધર્મ અને જ્ઞાતિની ચર્ચા થતી જોઇને મને ચિંતા થાય છે તેમ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં યોજાયેલી યુથ પાર્લામેન્ટના બીજા દિવસે ટેકનોક્રેટ સામ પિત્રોડાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, મંદિર નહીં, સાયન્સ ભવિષ્યમાં રોજગારી ઉભી કરશે. જયારે પોંડીચેરીના લેફટન્ટ ગવર્નર કિરણ બેદીએ ઇનોવેશનના માધ્યમથી પોતે અને દેશના સમૃધ્ધ બનાવવો જોઇએ.
પિત્રોડાએ કહ્યું કે, રોજગારીની બાબતમાં માતા-પિતા,શિક્ષક અને રાજકારણીઓનું માનો નહીં, કારણ કે, તેમને આવનારા સમયમાં થતા રોજગારલક્ષી પરિવર્તનનો સાચો અંદાજ હોતો નથી. રોજગારી માટે માતાપિતા અને શિક્ષકો કહે તેના કરતા એકદમ જૂદી રીતે વિચારો.
તેમણે કહ્યું હતું કે, વધુ એન્ટરપ્રિન્યોશીપ, ઇનોવેશન, ફલેકસીબલ જોબ અવર્સ, ગમે ત્યાંથી -ગમે ત્યારે કામ કરવું તે હવે પછીની દુનિયા છે. ભવિષ્યમાં રોજગારી કેવી રીતે સર્જી શકાય તેવું વિચારી શકે તે પ્રકારનું માયન્ડસેટ જ આપણી પાસે નથી.
યુથ પાર્લામેન્ટના સમાપન સમારોહમાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અમે મહિયારા રે..ગોકુળ ગામના..ગીત લલકારીને ડાયરા જેવા માહોલ ઉભો કરી દીધો. જીએસટીનું દ્રષ્ટાંત આપતા તેમણે જણાવ્યું કે મહાભારત કાળમાં કંસના આંતકને દામવા ભાગવાન કૃષ્ણએ જીએસટી લાગૂ કરેલું આજના યુગમાં આપણા મોદી સાહેબે જીએસટી લાગૂ કર્યું છે. ત્યાર પછી રૂપાલાએ અનોખા અંદાજમાં રામાયણનો ઉલ્લેખ કરીને ચોપાઈ ગાઈ.