અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીના ડિરેક્શનમાં બનેલી ‘સેક્રેડ ગેમ્સ’ વેબ સીરિઝ સતત વિવદોમાં જોવા મળી રહી છે. આ વેબ સીરિઝ નેટફ્લિક્સ પર ટેલિકાસ્ટ થઈ રહી છે. આ સીરિઝ પરના વિવાદ પર હવે તેના એક્ટર સૈફ અલી ખાને નિવેદન આપતા કહ્યું કે,”હું નથી જાણતો કે ભારતમાં કોઈ સરકારની કેટલી ટીકા કરી શકે છે. બની શકે કે કોઈ તમારી હત્યા પણ કરી નાખે.” ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન આ વેબ સીરિઝમાં પોલીસ ઓફિસર સરતાજ સિંહના રોલમાં છે.
સૈફ અલી ખાને જણાવ્યું હતું કે “હું અત્યારે લંડનમાં છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. અહીં મુક્ત સમાજ છે. લોકો ટ્રમ્પના અહીં આવવા પર પ્રદર્શન કરી રહ્યાં છે. મેયરે તેમને લિમિટમાં રહેવા કહ્યું છે પરંતુ લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. મને નથી ખબર કે ભારતમાં તમે સરકારની કેટલી ટીકા કરી શકો છો. મિડલ ઈસ્ટ દેશોમાં જો તમે ઈસ્લામ વિરુદ્ધ કંઈ કહેશો, જેમકે સલમાન રશ્દીએ કહ્યું તો તેની વિરુદ્ધ ફતવો જાહેર થઈ જશે.”