ભાવનગરના કુંભારવાડા માઢીયારોડ પર રહેતા શખ્સ પર ચાર વર્ષ પહેલાંમહિલા પોલીસ મથકમાં ઘરેલું હીંસાનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતાં આરોપીને આર.આર.સેલની ટીમે કુંભારવાડામાથી ઝડપી લઈ મહિલા પોલીસ મથકે સોંપી દીધો હતો.ભાવનગર રેંન્જનાં IGP અમિતકુમાર વિશ્વકર્માની સુચના મુજબ નાસતા ફરતા આરોપીને પકડવા ની ઝુંબેશ અનુસંધાને આર.આર સેલના ઇન્ચાર્જ એસ.મકવાણા તથા હેડ.કો.ભરતભાઇ વી.પંડ્યા પો.કો.અરવિંદભાઇ ડી પરમાર તથા સ્ટાફ સાથે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બી.એસ. મકવાણા ને બાતમી રાહે હકીકત આધારે ભાવનગર જીલ્લાનાં મહિલા પો.સ્ટેશનનાં ગુનામાં ૦૪- વર્ષ થી નાસતો ફરતો આરોપી મહેબુબભાઇ અલીભાઇ હબીબભાઇ હમીદાણી / આરબ .ઉ.વર્ષ ૪૫ રહે કુંભારવાડા માઢીયા રોડ મદીના મસ્જિદ પાસે થી એરેસ્ટ કરી ભાવનગર મહિલા પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ.