ગાંધીનગરમાં ૪ લાખથી વધુ વૃક્ષો બચાવવા માટેનું લોક આંદોલન : મુખ્યમંત્રીને આવેદન

1249

ગાંધીનગરના પર્યાવરણ પ્રેમિઓએ વૃક્ષો બચાવવા માટે લોક આંદોલનના મંડાણ કર્યા છે. ગાંધીનગરના ચ-૦ થી વૈશ્વોણદેવી સર્કલ અને ઉત્તર ગુજરાતના રોડ પહોળો કરવાના બહાના હેઠળ ચાર લાખ જેટલા વૃક્ષો કપાવવાના છે. તેને બચાવવા મુખ્યમંત્રીએ આવેદન પણ પાઠવ્યું છે. ગ્લોબલ વોર્મિગ જેવી વેશ્વિક સમસ્યાનો સામનો આપણે કરી રહ્યા હોય ત્યારે પ્રકૃતિનું રક્ષણ કરતા અને દુર્લભ ઘટાદાર વૃક્ષો કપાઈ જાય તે પર્યાવરણ અને પ્રકૃતિને ભયંકર નુકશાન છે. વળી ૩૩ ટકા વન વિસ્તાર હોવો જોઈએ તેના બદલે ગુજરાતમાં માત્ર ૭.પર ટકા જ વન વિસ્તાર છે. આમ પ્રકૃતિની સાથે માનવ જીવનના રક્ષણ માટે પણ આ વૃક્ષો કપાય નહીં તે જોવું રહયું. ગ્રીનસીટી ગણાતા ગાંધીનગરનું તાપમાન છેલ્લા કેટલાંક સમયથી વધવા પામ્યુ છે તેનું પણ આ એક કારણ હોઈ શકે. આમ વિકાસ જરુરી છે પરંતુ પર્યાવરણના ભોગે ન થાય તે માટે ગાંધીનગરમાં આંદોલન શરૂ થયું છે.

Previous articleસંસ્કૃત બી.એડ.કોલેજ બંધ થતાં વિદ્યાર્થીઓના ગાંધીનગરમાં દેખાવો
Next articleગાંધીનગરમાં ર ઈંચ વરસાદે સરકારી શાળામાં પાણી ભરાયા