બોટાદ જિલ્લાના રાણપુરમાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરેલા છે ત્યારે આજે વહેલી સવારે પ-૩૦ વાગે ગાયને દોહીને પગ છુટો કરવા માટે છોડવામાં આવતા મેઘાણીનગર પાસે બે ગાયો ઉભી હતી તે અરસામાં વીજ કરંટ લાગતા બન્ને ગાયોના મોત થયા હતા. આ બનાવની જાણ માલધારી સમાજને થતા ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે રાણપુર જીઈબીને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કઈ રીતે વીજ કરંટ આવ્યો તેની તપાસ કરવામાં આવેલ. જ્યારે બે ગાયોના મોત થતા ગૌ પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બન્ને ગાયો બચુભાઈ ભરવાડ અને રાજુભાઈ ભરવાડની હોવાનું જાણવા મળ્યું છે.