રાજ્યમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર અવિરતપણે ચાલુ જ છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે ખુશીના સમાચારની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. નીતીનભાઇએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યા ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરૂપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી એટલે કે બુધવારથી પાણી છોડવામાં આવશે. એ જ રીતે સુજલામ સુફલામ કેાલ દ્વારા પણ પાણી છોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક સ્થળો પર જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો છે. આવા વિસ્તારોમાં નર્મદાના પાણી મળતાં ખેડૂતોને ઝડપથી પિયતની સુવિધા મળશે. આ જાહેરાતથી રાજ્યના ખેડૂતો ખુશ થઇ ગયા છે.