પહેલીવાર મુંબઈમાં મારું સ્વાગત વરસાદે કર્યુંઃજશ્મીન

1312

?ટેલિવિઝન શો ‘ટસન ઇ ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’જેવા પોપ્યુલર શોથી લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ખૂબસૂરત અદાકાર અભિનેત્રી જશ્મીન ભસીન ખુબજ જલ્દી રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં નજરે ચડશે તેમની સાથે હાલમાં ઇન્ટરવ્યૂ દરમ્યાન થયેલ વાતચીતના મુખ્ય અંશ!

પ્રિંટ શૂટ અને મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી છે તે સમયની કેવી યાદ છે તે સફરની?
કોઈ ખાસ સફર નથી જ્યારે જોબ કરતી હતી ત્યારે મોડેલિંગ અસાઈમેન્ટ મળ્યું પછી વચ્ચે અમુક એડ મળી ત્યારથી ધીરે-ધીરે સફરની શરૂઆત થઈ અને મારે ટ્રાગલ્સ નહોતું કરવું પડ્યું કારણ કે અપોર્ચ્યુનીટી સામેથી આવી હતી

તમારામાં ખૂબ ટેલેન્ટ છે તો પછી ટેલિવિઝનમાં કામ કરવાનું કેમ ઉચિત લાગ્યું કામ માટે બૉલીવુડમાં પ્રયત્ન કર્યો છે?
હું ટેલિવિઝનને નાનું નથી સમજતી મારા અંદર ટેલેન્ટ છે તો કોઈપણ મીડીયમ મારા માટે નાનું નથી આપણે ટેલિવિઝનને અંડરએસ્ટીમેટ કરીએ છે પરંતુ ટેલિવિઝન ઇસ વેરી પાવરફુલ અને તમને ખબર હશે તો દરેક ફિલ્મનું પ્રોમોશન ટેલિવિઝનથી થાય છે ટેલિવિઝન એક એવું મોડિયમ છે જ્યાં દરેકને આવું પડે છે એન્ડ આઇમ વેરી હેપ્પી,આઈ રેસ્પેક્ટ ટેલિવિઝન

તમે ખતરો કે ખિલાડી કરો છો તેને લઈને કેવો ઉત્સાહ છે?
ખુબજ વધારે છે બિકોઝ તમે દરેક વસ્તુ કરવા નથી મળતી જે તમે યુજલી કમ્ફર્ડ ટોનમાં નથી કરી શકતા હું શરૂથી રહી છું કે કમ્ફર્ડ ટોનમાં આવી જવ છું તો અંનકમ્ફર્ડ થઈ જવ છું અને જેમ તે શો નજીક આવતો જઇ છે તો હું થોડીક નર્વસ થઈ જવ છું

હાલમાં કોઈ બીજા શોમાં વ્યસ્ત છો?
અત્યારે તો મારી ડેટ ખતરો કે ખિલાડી સાથે છે તો હું બીજે ક્યાંય કમેન્ટ નથી કરી

તમારો અત્યાર સુધીનો એવો શો કયો છે જેના કારણે સૌથી વધારે પ્રસંશા મળી હોય?
મારા બંને શો છે ‘ટસન ઇ ઇશ્ક’ઘણો પોપ્યુલર શો હતો તો ‘દિલ સે દિલ તક’શો’માં મારુ પાત્ર પોપ્યુલર હતું બધા તેમને તેણીના નામથી ઓળખવા લાગ્યા અને મારા માટે બંને શો ઈકવલ છે અને ઈમ્પોર્ટન્ટ છે કારણ કે એક શો પોપ્યુલર હતો અને બીજા શો’માં મારુ પાત્ર પોપ્યુલર હતું મેં બંને શો’માં ઘણું શીખ્યું છે

મુંબઈના વરસાદ સાથે કેવો લગાવ છે?
વરસાદ મારી લાઇફનો ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે કારણ કે જ્યારે મારો બર્થડે આવે છે ત્યારે વરસાદ થાય છે મુંબઈના વરસાદ સાથે મારો સ્પેશ્યલ રિલેશનશિપ છે કે જ્યારે પહેલા દિવસે મુંબઈ શિફ્ટ થવા આવી ત્યારે મુંબઈ એરપોર્ટથી જેવીજ બહાર આવી કે તુરંત વરસાદ શરૂ થઈ ગયો અને બંધ થવાનું નામ ન લીધું હું એવું માનું છું કે પહેલીવાર મુંબઈમાં મારુ સ્વાગત વરસાદે કર્યું અને મુંબઈનો વરસાદ આવે તો બંધ થવાનું નામ નથી લેતો

-દિનેશ ઝાલા

Previous articleસિહોરના વાંકીયાના ડુંગર પરથી વિશાળ શીલા પડી
Next articleરણબીર બાદ હવે રણવીર સાથે કરિશ્મા તન્ના ચમકશે