સિન્ધુ સેના દ્વારા શરદપૂનમ નિમિત્તે ઝુલેલાલ મંદિરના લાભાર્થે સિંધી યુનિટી ગરબાનું ભવ્ય આયોજન ઓમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો હાજર રહ્યા હતા દુઃખ ભંજની દેવુમાં દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ સિન્ધુ સેનાના પ્રદેશ અધ્યક્ષ અને યુવા નેતા કમલેશભાઈ ચંદાની દ્વારા આ ભવ્ય પ્રોગ્રામ યોજવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સિંધુ સેનાના સભ્યો ભારે જહેમત ઉઠાવેલ સિહોર અને મહુવા સિંધી સમાજના ખેલૈયા અને આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ટ્રેડીશ્નલ ડ્રેસ પરિધાન સાથે ઓરકેસ્ટ્રાનાં સથવારે રાસ-ગરબાની રમઝમટ બોલાવી હતી.