ભાવનગર શહેર તથા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ ટ્રક માલિકો સમગ્ર દેશના અન્ય ટ્રક માલિકોને ટેકો વજાહેર કરી અચોક્કસી મુદ્દતની હડતાલનો પ્રારંભ કરશે.
સમગ્ર દેશમાં આવેલ માર્ગો તથા ખુણે-ખુણે શરીરમાં પ્રવાહિત ધોરી નસના લોહી માફક ટ્રકો દોડે છે. આજે તા.ર૦-૭થી દેશભરના ટ્રક માલિકો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ડીઝલના ભાવોમાં ઘટાડો, જીએસટી નાબુદી સહિત અનેક માંગ સંદર્ભે વારંવાર રજૂઆત કરી હતી પરંતુ આ મુદ્દે સરકારે કોઈ ધ્યાન ન આપતા આજે તા.ર૦ જુલાઈથી દેશભરના ટ્રક માલિકો દ્વારા જ્યાં સુધી સરકાર દ્વારા તમામ માંગનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર ઉતરશે. આ હડતાલના પગલે લાખો ટ્રકોના પૈડા થંભી જશે.
આ હડતાલને ભાવનગર શહેર-જિલ્લાના ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા ટેકો જાહેર કર્યો છે અને લડતમાં સુર પુરાવ્યો જેને લઈને ભાવનગરના મહત્વપૂર્ણ ઉદ્યોગ એવા અલંગ તથા રોલીંગ મીલોને મોટો ફટકો પડશે. આ હડતાલ અંગે ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્યના જણાવ્યા અનુસાર આ લડત દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસીએશનના નેજા હેઠળ ચાલશે. એમની સુચના મુજબ કાર્યક્રમો આપવામાં આવશે.