પાટનગરની સ્થાપના માટે જમીન આપનારા પૈકીના એક ગામ પાલજની વર્ષો જુની સમસ્યા ગામના કોતર પુરવાની વાતે સરકારે આજ સુધી થયેલી રજૂઆતો સાભળી નથી. પરંતુ હવે તેના કારણે કોતરના કિનારે આવેલા ૫૦ જેટલા મકાન ભયજનક સ્થિતિમાં આવી ગયાં છે. ભારે વરસાદના કારણે કોતરના થયેલા ધોવાણના કારણે સ્થિતિનું સર્જન થયું છે. તાજેતરના વરસાદના દિવસો દરમિયાન અહીં ૫ મકાનની દિવાલો તો તૂટી પડી હતી. સંબંધમાં ગ્રામજનો દ્વારા પાટનગર યયોજના વિભાગ અને મહાપાલિકાને સતત કરવામાં આવી રહેલી રજૂઆતો તરફ કોઇ તંત્રે જોયું નથી. ત્યારે પાલજ યુવા પ્રગતિ મંડળ દ્વરા દરમિયાન થવા મેયરને રજૂઆત કરાઇ છે.
મંડળના પ્રમુખ ભીખુસિંહ ચંદ્રસિહ બિહોલાએ જણાવ્યું કે પાલજ ગામ નદીની કોતરોના કારણે બે ભાગમાં વહેચાઇ ગયેલુ છે.
કોતરના કિનારા પરના મકાનો ભયજનક સ્થિતમાં આવી ગયા છે અને કોતરનું પુરાણ કરવામાં આવે તો ત્યાં રહેનારા પરિવારો સુરક્ષિત થવાની સાથે ગામ જોડાઇ જાય તેમ છે. પરંતુ પાટનગર યોજના વિભાગ કે મહાપાલિકા દ્વારા મુદ્દે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી. મુદ્દે છેલ્લા સવા વર્ષથી ફરિયાદો કરવામાં આવી રહી છે. જો મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મકાનો કોતરમાં ધરાસાયી થઇ જાય તેવી સ્થિતિ આવી પહોંચી છે. અહીં તાત્કાલિકના ધોરણે પથ્થરનું પીચીંગ કરવાનું અનિવાર્ય બની ગયું છે. ગામનો સમાવેશ મહાપાલિકામાં કરવામાં આવ્યો છે અને ગામના રહેવાસીઓ મહાપાલિકાને તમામ ટેક્સ ભરપાઇ કરી રહ્યાં છે. ત્યારે લોકોને સુરક્ષિત કરવાની જવાબદારી મહાપાલિકાની બને છે.