વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની હાઇપ્રોફાઇલ ગુજરાત યાત્રા પર પહોંચી ગયા હતા. બે દિવસની યાત્રાએ જામનગર પહોંચ્યા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માત્ર એક મહિનાના ગાળામાં જ મોદીની આ ત્રીજી ગુજરાત યાત્રા છે. જામનગર પહોંચ્યા બાદ મોદી દ્ધારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મોદીએ ભાવભક્તિપૂર્વક દ્ધારકાધીશના પુજન અર્ચન કર્યા હતા. દેશના લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી પ્રાર્થના મોદીએ કરી હતી. મંદિરના મુખ્ય પુજારી પ્રવીણભાઇએ શાસ્ત્રોકત વિધીપૂર્વક મોદીને પાદુકાપુજન વિધી કરાવી હતી. મોદીની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પુજાવિધીમાં જોડાયા હતા. મોદી મંદિર સંકુળમાં મોદી આશરે ૧૦-૧૫ મિનિટ સુધી રોકાયા હતા. મોદીની સાથે તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા. મોદીએ તેમના કાર્યક્રમની શરૂઆત દ્ધારકાથી કરી હતી. મંદિર સંકુળમાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે નવી દિલ્હીથી સીધા દ્વારકા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓખા અને બેટદ્ધારકાને જોડતા સમુદ્ર પર ૯૬૨.૪૩ કરોડ ખર્ચે નિર્મિત થનારા ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રીજના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચ્યા હતા. ચોટીલા નજીક ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પ્રક્રિયા હાથ ધરી હતી. નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતુ.ખાતમુહુર્ત કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે, કોણે વિચાર્યું હતું કે અહીં એરપોર્ટ બનશે. મોદી કહ્યું હતું કે, ઘણા લોકોને આ એરપોર્ટ થયું તે ગમ્યુ નહી હોય તેવો કટંસા કરી મોદીએ કહ્યું હતું કે તે લોકો ભલે બસમાં જાય હવાઈ ચપલ પહેનારો વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરે તેવું સ્વપ્નું સેવ્યું હતું. દરેક રાજ્યમાં ટોપ-૧૦ એરપોર્ટ બને તેવા પ્રયાસો કર્યા છે. હવાઈ મુસાફરી કરનાર લોકોમાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ એરપોર્ટ માટે સુરેન્દ્રનગર જીલ્લાની જમીનની પસંદગી કરવામાં આવી છે. ૪ ટકા જમીન ખેડુતોએ આપી છે તે ગર્વની વાત છે.મોદીએ ગાંધીનગર નજીક પાલજ ગામ પાસે ૩૯૭ એકર જમીનમાં સાબરમતીના કાંઠે આઈઆઈટી સંકુલનું નિર્માણ કરાયું છે. નરેન્દ્ર મોદી આ અત્યંત આધુનિક આઈઆઈટી સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઈઆઈટી ગાંધીનગરના પગથારેથી ડિજિટલ સાક્ષરતા અભિનંદન સમારોહને પણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી તથા કાયદો અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદ,પણ જોડાયા હતા.