બરવાળા તાલુકા હેલ્થ ઓફીસરનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ખમીદાણા પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં બાળકોને દ્વારા રોગનાં લક્ષણો, રોગનું નિદાન અને સારવાર નજીકનાં સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર વિનામુલ્યે થાય છે તેમ જણાવી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે મીઝલ્સ, રૂબેલા રસી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.