સિહોરમાંં રાજકોટ રોડ પર ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર બેકાબુ બનેલી કાર ડીવાઈડર પર ચડી જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
આજરોજ ઢળતી સાંજે સિહોરમાં અમરેલી પાસીંગની મારૂતી ઈકો કાર નં.જીજે૧૪ એએ ૪પ૯૮ના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પુરઝડપે રોડ વચ્ચે આવેલ ડીવાઈડર પર ચડી સ્ટ્રીટલાઈટ પોલ સાથે અથડાતા લોકો, વાહન ચાલકો, રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફીકજામ થઈ જવા પામ્યો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસ તથા પીજીવીસીએલ તંત્રને થતા અધિકારીગણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટના સર્જીને કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આથી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.