સુરતમાં ૨૨ વર્ષની યુવતી પર દુષ્કર્મ કેસમાં આખરે ભાજપના નેતા અને ભૂતપૂર્વ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિ ભાનુસાળી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જ્યંતિ ભાનુસાળી પર બળાત્કાર, અપહરણ, ધમકી, કાવતરું સહિતની ૧૪ કલક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યંતિ ભાનુશાળી ઉપરાંત એક કાર ચાલક, બંદૂકધારી વ્યક્તિ અને એક અન્ય વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાજપના નેતા વિરૂદ્ધ ૨૨ વર્ષિય યુવતીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યા બાદ અચાનક પરિવાર સહિત ગાયબ થઈ જવું, અચાનક જાહેરમાં સામે આવવું અને પોલીસ કમિશ્નર કચેરીએ જઈને જવાબ નોંધાવવાના નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે આખરે પોલીસે આરોપી ભાજપ નેતા જ્યંતિ ભાનુશાળી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુજરાત ભાજપ પ્રદેશ ભુતપૂર્વ ઉપાધ્યક્ષ વિરૂદ્ધ બળાત્કાર, અપહરણ, ધમકી, કાવતરું, ક્લિપ ઉતારવી સહિત ૧૪ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
સુરત યુવતી દ્વારા ભાજપના ભુતપૂર્વ પ્રદેશ ઉપાધ્યાક્ષ સામે કરેલી ફરિયાદમાં ૩૭૬(૨) (એન) એટલે બળાત્કાર સહિત જુદી જુદી ૧૪ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જયંતી પરષોત્તમ ભાનુશાળી સહિત મહેન્દ્ર (કારચાલક), બંદુકધારી માણસ, અરજીમાં સહી કરાવવા આવેલો માણસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર પીડિતા પોલીસના કેહવા મુજબ કેટલાક દિવસથી ગુમ હતી. બે દિવસ પહેલા જ પોલીસ કમિશ્નર કચેરી કચેરીએ આવી હતી અને પોતાનો જવાબ નોંધાવ્યો હતો. પીડિતા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પોલીસ કમિશ્નર કચેરી પહોંચી હતી.