ગાંધીનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવાના આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર એસ. કે. લાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી એસ. ડી. આર્ટસ એન્ડ બી.આર. કોમર્સ એન્ડ એચ. એલ. સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ, માણસા ખાતે કરવામાં આવશે. તેમજ ગાંધીનગર તાલુકાકક્ષાની ઉજવણી ગાંધીનગર શહેરના રામકથા મેદાન, ચ-૩ સર્કલ નજીક કરવામાં આવશે. આ બેઠકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા અન્ય વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને કલેકટરે જરુરી સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ, નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજા, કલોલ પ્રાંત અધિકારી હર્ષ યાદવ, ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.