ઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ-કુંભારીયા દ્વારા કુંભારીયા ગામની અંદર શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષ થકી માનવજાત સોહામણી હોવાના વિચારને ચરિતાર્થ કરી હતી. શાળા પટાંગણમાં વૃક્ષારોપણ શાળાના વાતાવરણને શુધ્ધ કરતા હોય છે. જ્યારે શાળાના ટ્રસ્ટીનો કુંભારીયા ગામમાં વૃક્ષારોપણ કરવાનો વિચાર જ શાળાની સમગ્ર ગામની અંદર શુધ્ધ વાતાવરણની સાક્ષી પુરે છે. આ કાર્યક્રમની અંદર શાળાના ટ્રસ્ટી ડો.પ્રશાંતભાઈ શેલડીયા, કનુભાઈ શેલડીયા તથા એડીએમ રમેશભાઈ ડોબરીયા, આચાર્ય નિકુંજભાઈ તથા યોગેશભાઈ તથા સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા તેમજ આ કાર્યક્રમની અંદર ગામના નાગરિકો ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા.