સગીરાને ભગાડી જવાના ગુનામાં ફરાર શખ્સ ઝબ્બે

1033

ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાને ભગાડી જવાના ગુનામાં ફરાર શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હિતેષભાઇ મેર ની બાતમી આધારે ઘોઘા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના સગીરાના અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપી વિક્રમભાઇ જીવાભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ રહેવાસી મુળ ગામ ઘોઘા જી.ભાવનગર, હાલ ખોખરી (ઘનશ્યામગઢ) તા.પડધરી જી.રાજકોટ વાળાને ખોખરી (ઘનશ્યામગઢ) ગામ ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleલાઠી ખાતે કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈ
Next articleજિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો