ધોલેરા-વટામણ હાઈવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત

1113

આજે સાંજના સમયે ધોલેરા-વટામણ હાઈવે પર આવેલ એન્કર હોટલ સામે જ ગુજરાત એસ.ટી. બસની ટક્કરે બાઈક સવાર ચઢી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

અકસ્માત ઘટનાની ધોલેરા ૧૦૮ને જાણ કરાતા ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ બાઈક સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હોવાથી ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટના સંદર્ભે ધોલેરા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એન્કર હોટલ જોડે આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા ગયેલ ચુડાસમા બ્રિજરાજસિંહ બળદેવસિંહ ઉ.વ.ર૧ વર્ષનો યુવક પેટ્રોલ પુરાવ્યા બાદ હાઈવે પર ચઢી આંબલી ગામે જવાનું હતું પરંતુ મરનાર યુવકે હાઈવે પર ચઢતા પહેલા પાછળથી આવી રહેલ વાહનો વિશે ડોકીયુ કર્યુ હોત તો તે અકસ્માતનો ભોગ ન બન્યો હોત તેમ અકસ્માત નજરે જોનારા લોકો તેમનો મત વ્યક્ત કરી રહ્યાં છે. તો વળી આજનો યુવા પેઢીના યુવકો બાઈક ધીમુ ચલાવવાનું શીખ્યા જ નથી. પુરઝડપે જ વાહન હંકારતા હોય છે ત્યારે આ યુવા પેઢીના યુવકોને બાનમાં લેવા શક્ય જ નથી અને છેવટે અકસ્માતનો એક યા બીજા સ્થળે ભોગ બને છે.

અકસ્માત સર્જનાર ગુજરાત એસ.ટી. બસ નં.જીજે૧૮ ઝેડ ૩૧ર૬ જે ભાવનગરથી શેરડી જતી બસના ચાલકે બાઈક સવારને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુને ભેટનાર બ્રિજરાજસિંહ ચુડાસમા પોતાના કબ્જાવાળુ બાઈક નં.જીજે૪ સીકે ૭રર૧ને લઈને હાઈવે પર ચઢતા પાછળથી આવતી બસની ટક્કરે ચઢી જતા મોત નિપજ્યું હતું. જે સંદર્ભે ધોલેરા પોલીસમાં શક્તિસિંહ જોરૂભા ચુડાસમા રહે.આંબલીનાએ ફરિયાદ નોંધાવતા જે અંગે વધુ તપાસ ધોલેરા પીએસઆઈ ડી.જી. ગોહિલ ચલાવી રહ્યાં છે.

Previous articleખાખબાઈ ગામનો યુવાન ૩ દિવસથી પુરના પ્રવાહમાં લાપતા
Next article૭૦ માર્કની પરીક્ષાનો સમય અઢી કલાક કરાયો