રાજુલા જય ભવાની યુવા ગ્રુપની માનવતાની મહેંક જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ગરીબ પરિવારના ઝુપડે ઝુપડે જઈ દર વર્ષે ગરીબોની ખુશીમાં જય ભવાની યુવા ગ્રુપ ઉજવે છે. તેમ હાલમાં રાજુલામાં અતિ વૃષ્ટીથી પુર પ્રકોપથી આ ગરીબો કદાચ માંગી માંગીને રોકડા રપ, પ૦ રૂપિયા મળી રહે પણ અનાજ સહિત રપ, પ૦ રૂપિયામાં ન આવે અને ઘરનો ચુલો ન સળગે, માટે જય ભવાની યુવા ગ્રુપના તમામ યુનિટ કમિટિના મેમ્બરોએ ગરીબ પરિવારના એક એક પરિવારને આઠ આઠ દિવસ સુધી અનાજ સહિત તમામ જીવન ચીજવસ્તુની એક એક કીટ તૈયાર કરી આજે હીંડોરડા એરીયામાં વસતા તમામ ગરીબ પરિવારના ઝુપડે ઝુપડે જઈ કીટોનું વિનામુલ્યે વિતરણ કરાયું અને તમામ ગરીબ પરિવાર કીટો સાથે એકઠો થઈ જયભવાની યુવા ગ્રુપે માનવતા મહેકાવી હતી.