દબાણ હટાવવામાં કોઈની પણ શેહ શરમ રાખશે નહીં – મંત્રી ચુડાસમા

1832

ભાવનગર જિલ્લાના પાલીતાણા પ્રાંન્તના પડતર પ્રશ્નોનો નિકાલ અંગેનો કાર્યક્રમ  ચમો વિધાલય ખાતે શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ જણાવ્યુ હતું. કે સરકારનુ બીજુ નામ છે ઉધરાણી, ફોલોપ કામ કરવાની ટેકનીક છે. ટુકમાં વહીવટી સુધારણા અંગેનો આપણા રૂપાણી સરકારનો પ્રયત્ન છે. આ કાર્યક્રમમાં સીટી/શહેરમાં દબાણ હશે તો સગા સબંધીની કે અંગત કોઇ વાત સાંભળવામાં આવશે નહી. સરકાર કોઇની સેહ શરમ રાખયા વગર કડક હાથે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે. પછી કોઇ  પણ વ્યકતિએ મને ફોન કરવા નહિ.

આ કાર્યક્રમમાં પાલીતણા અને ગારીયાધાર તાલુકાના ગામોના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. જેવા કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કક્ષાના પ્રશ્નો, વન વિભાગા જંગલમાં આવેલી પડતર જમીન/ગોચર જમીન અંગેના પ્રશ્નો, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, પ્રોપટી કાર્ડ બનાવવાના અંગેના પ્રશ્નો, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કક્ષાના પાલીતાણા ખાતેની હાઇસ્કુલ અંગેના પ્રશ્નો ત્રણ વિભાગો સાથે બેસે છે, માર્ગ અને મકાન કચેરીના ર્જ ની વારમવાર બદલી થાય છે. સરકારી કામગીરી ખોરંભે પડે છે, ખેડુતો અનોલાઇન સબસીડી માટે પોર્ટલ ઉપર ફોર્મ ભરે છે, વહેલા તે પહેલાના ધોરણે અથવા ડ્રો સીસ્ટમ રાખો જેથી કામગીરી સરળ બને,.રવિ પાક માટે સરકારનુ પોર્ટલ ઘણા લાંબા સમય થી ખુલ્લુ નથીની ફરિયાદ, ગ્રામ સભામાં ચોમલ ગામ ખાતે અધિકારીઓ હાજર રહેતા નથી,પાલીતાણા ખાતેની કન્યા શાળામાં વર્ગ વધારવા રજુઆત થઇ,પીજીવીસીએલ વિભાગના વિજળી આપવા અંગેના પ્રશ્નો,પાલીતાણા શહેરમાં મહી પરી એજની પાઇપ લાઇન રીપેરીંગ કરાવવા અંગેના પ્રશ્નો,એટીવીટીમાં યાંત્રિક વિભાગના પ્રશ્નો ૧૮-૧૯ની ચાલે છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ડી.વાઇ.એસ.પી જાડેજા, પ્રાન્ત,શિહોર પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, નગરપાલિકા પ્રમુખ જયપાલસિંહક ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ ગોરધનભાઇ ગોટી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રશ્નો રજૂ કરનાર લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleમોળાકત નિમિત્તે બાળાઓને મહેંદી મુકાઈ
Next articleસિદસર – વાળુકડનો રસ્તો અતિ બિસ્માર