ઇંગ્લીશ દારૂ – બિયર ભરેલી કાર સાથે તળાજાનો શખ્સ ઝડપાયો

1744

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ. હરેશભાઇ ઉલવાને મળેલ સંયુક્ત બાતમી આધારે વલ્લભીપુર બજરંગ ચોકડી ઘેલો નદીના પુલ પાસેથી વહેલી સવારે સેવરોલેટ બીટ કાર રજી નંબર જીજે  ૦૪ સીએ ૮૦૮૫ માંથી આરોપી કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા ઉ.વ. ૨૬ રહેવાસી તળાજા, નોકરીયાત સોસાયટી જી. ભાવનગરવાળાને બિયરના ટીન નંગ-૪૫૬ (પેટી-૧૯) કિ.રૂ઼ ૪૫,૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧૨ (પેટી-૧) કિ.રૂ઼ ૬૦૦૦/- તથા કાર તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૨,૦૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ની પોલીસ કોન્સ. નીતીનભાઇ કનુભાઇ ખટાણાએ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે, પકડાયેલ દારૂનો જથ્થો પોતે રાજસ્થાનથી લાવેલ છે અને પોતાના ઘરે તળાજા લઇ જતો હતો.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની, પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા, જીતેન્દ્રસિંહ જાડેજા, બલવિરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા, રાજદીપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleઈન્દિરાનગરના કિશોરનું ઈલેટ્રીક શોક લાગતા મોત
Next articleભરતનગરની પરણીતાનો ગળાફાસો ખાઈ આપઘાત