સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદ અને ટ્રાન્સપોર્ટની હડતાળ, શાકભાજીના ભાવમાં વધારો

1637

રાજ્યમાં એકતરફ હાલ ટ્રાન્સપોર્ટરની હડતાળને પગલે ટ્રકોના પૈડા થંભી ગયા છે તો બીજીતરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે એકાએક શાકભાજીની અછત ઉભી થતાં શાકભાજીના ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે.  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડેલો વરસાદ અને ટ્રાન્સપોર્ટર્સની હડતાળ ગૃહિણીઓ માટે વિલન સાબિત થઈ રહી છે. ત્યારે દરરોજ જમવાનું શું બનાવવું તેની મુંજવણ ગૃહિણીઓને થઈ રહી છે. કારણ કે બજારમાં હાલ શાકભાજીની અછત વર્તાઈ છે તો બીજીતરફ શાકભાજીની અછતને કારણે ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

વેપારીઓના મતે ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકનું પ્રમાણ ઘટ્યું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી જે શાકભાજી આવતી હતી તે શાકભાજીની આવકનું પ્રમાણ ઘટ્યું છે. તો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જે તારાજી સર્જી છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે. તેથી આ જિલ્લાઓમાંથી પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.

પૂર જેવી કુદરતી અને હડતાળ જેવી માનવસર્જિત આફતના કારણે હાલ રાજ્યમાં જનજીવન પર અસર થઈ રહી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ભાવ સાતમાં આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે.

 

શાકભાજીના  ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો

શાકભાજી              પહેલા    વર્તમાન ભાવ

બટાકા   ૧૮         ૨૫

ડુંગળી    ૧૫         ૨૦

ટામેટા    ૨૮         ૫૦

કોબીજ   ૧૫         ૨૫

ફ્‌લાવર ૬૦         ૧૩૦

ભીંડા      ૪૦         ૬૦

આદુ       ૧૦૦      ૧૪૦

વટાણા   ૧૦૦      ૨૫૦

લસણ    ૩૫         ૫૫

Previous articleબનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડવા લીલાધર વાઘેલા ઇચ્છુક
Next articleઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા